મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ


SHARE







































SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ

મોરબી જીલ્લામાં પેટકોક ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને એસએમસી દ્વારા જ તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હતી અને એક અધિકારીની માહિતી પણ એસએમસીના અધિકારી દ્વારા માંગવામાં આવી હતી તેવામાં તાત્કાલિક અસરથી તે અધિકારીની એસપીએ સિંગલ ઓર્ડર કરીને બદલી કરી હતી જો કે, તેની અમલવારી ઘણા દિવસો સુધી કરવામાં આવી ન હતી અને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હવે એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે સફળ રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટકોક ચોરી, વિશ્વાસઘાત અને છેતરપીંડીનો કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે એસએમસીના અધિકારીઓએ સ્થળ ઉપરથી 12 આરોપીની પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કે, આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને આઠ આરોપીઓને પડકવાના બાકી છે તેમજ મોરબી જિલ્લામાંથી અન્ય કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલ છે તેની હક્કિત બહાર લાવવા માટેની તપાસ એસએમસીના અધિકારી જ ચલાવી રહ્યા છે.

તેવામાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા .13/12 ના રોજ સિંગલ ઓર્ડર કરીને  એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી જો કે, ઓર્ડરની ઘણા દિવસો સુધી અમલવારી કરવામાં આવી ન હતી જેથી કરીને તેને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તા 24/12 ના રોજ એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરવામાં આવેલ છે અને પીએસઆઈ કે.એચ.ભોચિયને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, એસએમસીની ટીમે તા 7/12 ના રોજ મોરબીના ગાળા નજીક ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 20 શખ્સોની સામે પેટકોક ચોરી, વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ એસએમસીના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.
















Latest News