SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ
પોલીસનો સપાટો: ટંકારામાંથી ચાઈનીઝ દોરીની 58 ફીરકા સાથે એક પકડાયો
SHARE







પોલીસનો સપાટો: ટંકારામાંથી ચાઈનીઝ દોરીની 58 ફીરકા સાથે એક પકડાયો
મોરબી જીલ્લામાં મકરસંક્રાતિ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવામાં આવે તેના માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની સાથે જ ટંકારા પોલીસે સફળ રેડ કરે છે અને 58 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં પક્ષીઓ તેમજ લોકોને નુકશાન ન થાય તેના માટે ચાઈનીઝ દોરાના વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તેવામાં ટંકારામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર વેચવામાં આવી રહી હોવાની હક્કિત મળી હતી જેના આધારે ટંકારા પોલીસે કલ્યાણપર રોડ ઉપર આશાબા પીરની દરગાહ નજીક રેડ કરી હતી અને ત્યારે આરોપી અફઝલ ઇબ્રાહીમભાઇ માડકિયા (31) રહે. મઠવાળી શેરી ટંકારા વાળો 58 ચાઈનીઝ દોરાની ફીરકી સાથે મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 8,700 સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
