વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો
SHARE







મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો
મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા તા 1 ને બુધવારે આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 1 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, 10 વાગ્યે સામૈયા, 11 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે ડાકનો કાર્યક્રમ યોજાશે અને તા 2 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. જેથી ધર્મ પ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.
