હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પોલીસ ભરતીની ફિઝિકલ ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પોલીસ ભરતીની ફિઝિકલ ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન

રાજ્યના પોલીસ દળમાં ભરતીનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના યુવાનો પોલીસ ભરતીને અનુકૂળ શરીર સોષ્ઠવ બનાવી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ કાર્યકર દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દળમાં મોરબીના યુવાનો જોડાય તે માટે મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેળા ગ્રાઉન્ડ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુભવી કોચ દ્વારા પોલીસની ભરતી માટે પદ્ધતિસરની તાલીમ અપવમાં આવે છે. તેમાં ફિઝિકલ ટ્રેનર કોચ મનીષ અગ્રાવત અને  અગાઉ 10 કિમિ દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર કુલદીપ ગઢવી તેમજ નિવૃત પીએસઆઈ જયમલભાઈ કરોતરા અને એક્સ આર્મીમેન સહદેવસિંહ ઝાલા કોચ તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રકારની સર્વશ્રેષ્ઠ તાલીમ બદલ ઉમેદવાર પ્રશાંત કુશવાહએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પોલીસમાં જોડાવવા માટે મહેનત કરી રહ્યો છું અહીંયા પદ્ધતિ સરનું રનિંગ થાય છે અને તેની જેમ બીજા યુવાનો પણ તાલીમ લઈને પોલીસની ભરતીમાં સારું પર્ફોમન્સ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News