મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પોલીસ ભરતીની ફિઝિકલ ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન
મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?
SHARE
મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?
સરકાર દ્વારા લોકોને પગભર કરવા માટે તેને વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી કીટ આપવામાં આવતી હોય છે જોકે, મોરબી જિલ્લામાં લાભાર્થીઓને કીટ મંજુર કરવામાં આવે તો મોરબી નહીં પરંતુ વાંકાનેર ખાતે કીટ લેવા માટે થઈને જવું પડે છે જો મોરબીની આસપાસમાં જ ગોડાઉન રાખીને ત્યાં માલસામાન રાખવામાં આવે તો લાભાર્થીઓને ઓછી હાલાકીનો સામનો કરવો પડે તેવું લાભાર્થીઓમાં ચર્ચાઇ રહ્યું છે
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી સરકારની વિવિધ યોજના હેઠળ અથાણા મશીન, પાપડ બનાવવાનું મશીન, દરજીકામ માટેનું મશીન, ભરત કામ માટેનું મશીન, બ્યુટી પાર્લરને લગતી સામગ્રીની કીટ વિગેરે કુલ મળીને 18 જેટલા ટ્રેડનું કીટ મંજૂર કરવામાં આવતી હોય છે અને તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આપવામાં આવતી હોય છે જોકે ગાંધીનગર ખાતેથી કિટને મંજુર કરવામાં આવે ત્યાર બાદ મોરબી શહેરમાં સોઓરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીને તેનું વેરિફિકેશન કરવા માટે આવવાનું હોય છે અને ત્યારબાદ મોરબી જિલ્લાના કોઈપણ તાલુકામાંથી લાભાર્થીને કીટ મંજૂર થઇને વાંકાનેર ખાતે તે કીટ લેવા માટે જવું પડતું હોય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો લાભાર્થીને કીટ મંજુર થયા બાદ તેનું વેરિફિકેશન મોરબી શહેરમાં થતું હોય તો મોરબીની આસપાસમાં જ જો કોઈ જગ્યાએ ગોડાઉન રાખીને માલ રાખવામા આવતો હોય તો હળવદ, માળીયા, ટંકારા અને મોરબી શહેર અને તાલુકાના લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા ખાવા પડે નથી. જોકે અધિકારીઓ દ્વારા શા માટે થઈને આવી વ્યવસ્થા નથી કરવામાં આવતી તે સવાલ ઉઠી રહ્યો છે.