હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ-મુદલની રકમ ચૂકવી દીધી છતાં વધુ રૂપિયા પડાવવા વૃદ્ધ અને તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં વ્યાજ-મુદલની રકમ ચૂકવી દીધી છતાં વધુ રૂપિયા પડાવવા વૃદ્ધ અને તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધના દીકરાને બે શખ્સોએ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જેની સામે તે બંનેને વ્યાજ સહિતની મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વૃદ્ધના દીકરા પાસેથી બળજબરી પૂર્વક ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે થઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ ઉમા પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા રતિલાલ હરખજીભાઈ ફેફર (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્ર રઘુવીરભાઈ રામાનુજ રહે. ઓમ શાંતિ સ્કૂલની પાછળ મોરબી તથા વિજય વશરામભાઈ હુંબલ રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ તેના દીકરાને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જે ફરિયાદીએ વ્યાજ અને મુદ્દલની રકમ આરોપીઓને પરત આપી દીધેલ છે તેમ છતાં પણ બળજબરી પૂર્વક ફરિયાદીના દીકરા પાસેથી ચેક લખાવી લીધા હતા અને વ્યાજના રૂપિયાની બળજબરી પૂર્વક ઉઘરાણી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપારમાં આવેલ વિજયનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર બીપીન વાઘેલા (30) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News