મોરબીમાં સરકારી આધાર કાર્ડની કીટ આધારે ખાનગીમાં ગેરકાયદે કામ કરનાર દુકાનદાર-પોસ્ટમેનની ધરપકડ
મોરબીમાં મહિલાના મોબાઈલમાં એની ડેસ્ક એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને 2 લાખની ઠગાઈ
SHARE
મોરબીમાં મહિલાના મોબાઈલમાં એની ડેસ્ક એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવીને 2 લાખની ઠગાઈ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતી મહિલા શનાળા રોડ ઉપર આવેલ ઓફિસે હતી ત્યારે તેનું વ્હોટ્સએપ ચાલુ કરાવવાની લાલચ આપી હતી અને તેના મોબાઇલમાં આવેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી ત્યાર બાદ ડેબિટ કાર્ડ ગૂગલ સ્કેન મારફતે સ્કેન કરાવીને તેના એચડીએફસી બેન્કના ખાતામાંથી 2,00,000 રૂપિયા આરોપીઓએ ઠગાઈ કરીને મેળવી લીધેલ હતા જેથી કરીને મહિલાએ એક વ્હોસએપ નંબર તથા ચાર બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જયદીપ કંપનીમાં કામ કરતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ (33) નામની મહિલાએ વ્હોટ્સએપ નંબર 9608653702 તથા યુકો બેન્ક એકાઉન્ટ નંબર 20090110065259, ઈંડુસન્ડ બેન્ક એકાઉન્ટ નંબર 186289758484, એક્સિસ બેન્ક એકાઉન્ટ નંબર 92201002698401 અને એચડીએફસી બેન્ક એકાઉન્ટ નંબર 50100666845717 ના ધારક સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી મહિલા શનાળા રોડે આવેલ ઓફિસએ કામ ઉપર હતી દરમિયાન આરોપીઓએ ફરિયાદીને તેનું વ્હોટ્સએપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી હતી અને ફરિયાદીના મોબાઇલમાં એની ડેસ્ક નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીના મોબાઇલમાં ડેબિટ કાર્ડ ગૂગલ સ્કેન દ્વારા સ્કેન કરાવ્યું હતું અને તેના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવી લીધા હતા અને ફરિયાદી મહિલા સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા એક વ્હોટ્સએપ નંબર અને ચાર બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ હનુમંત એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કામ કરતા લોગબહાદુર પેબુભાઈ રાવલ (38) નામનો યુવાન કાર વોશિંગ કરવા માટે જઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા બાઈક વાળાએ તેને ટક્કર મારી હતી જેથી તે યુવાનને જમણા હાથની આંગળીઓમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી માટે તેને સારવારમાં શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે