મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત


SHARE







































મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત

મોરબી જીલ્લામાં ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર તેના પશુની તસ્કરી કરવામાં આવતી હોય છે જેથી કરીને માલધારી વિકાસ સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરા લઈને જતાં હોય છે ત્યારે અવારનવાર પશુઓની તસ્કરી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવી માલધારીઓની ફરિયાદ ઉઠી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાં પશુની તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનેલ છે ત્યારે માલધારીઓની ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી સમયમાં ગુજરાતભરમાં માલધારીઓ અને માલધારી સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
















Latest News