વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું
મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત
SHARE
મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત
મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણાપરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે આ બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને સામાજિક આગેવાનોએ મહાપાલિકામાં રજૂઆત કરીને ગંદકી કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મોરબી મહાપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણા પરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે અને વેપારી સહિતના લોકોએ અનેક રજૂઆત કરેલ છે તો પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોહાણાપરા 1 અને 2 માં ગટરની ગંદકી પથરાયેલ છે જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે જેથી લોકોની રજૂઆતોને ધ્યાને લઈને તાત્કાલીક પગલાં લેવાની અપીલ કરાઈ છે. અને તે વિસ્તારમાં ગટર તાત્કાલીક રીપેર કરીને ત્યાં ગટરમાં કોઈ પણ કચરો નાખશે તો તેની પાસેથી દંડ લેવાની પણ જોગવાઈ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.