મોરબીની લાયન્સનગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરાયું
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
થોડા દિવસો પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહનું નિધન થયું હતું જેથી કરીને સરકારે રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો અને ઠેરઠેર શ્રધ્ધાંજલિ સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં જીલ્લા, શહેર અને તાલુકાનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા અને સ્વ. ડો. મનમોહનસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા