હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નજીક ખેતર પાસે જુગાર રમતા 6 શખ્સ 78,600 ની રોકડ સાથે ઝડપાયા


SHARE













મોરબીના રવાપર નજીક ખેતર પાસે જુગાર રમતા 6 શખ્સ 78,600 ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના રવાપર ઘૂડા રોડ ઉપર ખેતર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 78,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર ઘૂડા રોડ ઉપર આવેલ જેન્તીભાઈ બરાસરાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જેન્તીભાઈ દેવકણભાઈ બરાસરા (58) રહે. હનુમાનજી મંદિર પાછળ ચંદ્રદીપ એપાર્ટમેન્ટ બ્લોક નં-102 રવાપર, ભરતભાઈ છગનભાઈ કડીવાર (53) રહે. દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ બ્લોક નં-101 મોરબી, રમેશભાઈ મગનભાઈ સરડવા (52) રહે, પ્રભુ કૃપા ટાઉનશીપ ફોક્સ સ્ક્વેર-1 બ્લોક નં-703 મોરબી, રાઘવજીભાઈ અજાભાઈ દેસાઈ (62) રહે. ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર, સુરેશ રામજીભાઈ ઘોડાસરા (52) રહે. હનુમાનજી મંદિર પાસે રામ બંધન એપાર્ટમેન્ટ બ્લોક નં-601 મોરબી અને શામજીભાઈ બચુભાઈ પરમાર (38) રહે સરવડ તાલુકો માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 78,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News