મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરેની શહેરમાં પહેલી જ મુલાકાતમાં 10 દુકાનદાર દંડાયા
મોરબીમાં મકરાણીવાસ અને વિસીપરામાં બે રેડ: પ્રતિબંધિત 192 ચાઈનીઝ ફીરકી સાથે બે શખ્સ ઝડપાયા
SHARE
મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તાર અને વીસીપરા વિસ્તારની અંદર બે જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વાળી ફીરકીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને 192 ફીરકીઓ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા કલેકટર દ્વારા મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરી અને તુક્કલનો વપરાશ અને વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ છાના ખૂણે ચાઈનીઝ દોરીનું મોરબી શહેર અને જિલ્લામાં વેચાણ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મોરબી સીટી એ ડિવિજન પોલીસની ટીમ દ્વારા મકરાણી વાસ વિસ્તારમાં રહેતા સાહિલ કલાડિયાના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 180 ફીરકી મળી હતી જેથી કરીને પોલીસે 1,17,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાહિલ રસુલભાઈ કલાડિયા (23) રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે જ્યારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા શહેરના વિસીપરા વિસ્તારમાં મદીના મસ્જિદની બાજુમાં રોડ ઉપર છૂટક પતંગ દોરા ગોઠવીને વેચાણ કરતા ઇમરાન જેડા ને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીવાળી 12 ફીરકીઓ મળી આવતા પોલીસે 2400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઇમરાન રસુલભાઇ જેડા (24) રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે આ બંને શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે