મોરબીના રવાપર નજીક ખેતર પાસે જુગાર રમતા 6 શખ્સ 78,600 ની રોકડ સાથે ઝડપાયા
મોરબી અને વાંકાનેરમાં એક-એક યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલાં ભર્યા
SHARE
મોરબી અને વાંકાનેરમાં એક-એક યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલાં ભર્યા
મોરબી નજીક આવેલ સિરામિક કારખાનાની બાજુમાં મફતીયાપરા રહેતા યુવાને તથા વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ કોસ્મો સિરામિકની બાજુમાં વોંકળા વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં રહેતા અજયભાઈ લાભુભાઈ આદ્રોજા (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના પરિવારજનો તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા (31) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મૃતકના કૌટુંબિક રમેશભાઈ વાઘજીભાઈ સોલંકી વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.









