મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ: ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભુપેન્દ્રભાઈ સમગ્ર દેશમાં પ્રથમ


SHARE







































મોરબીનું ગૌરવ: ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભુપેન્દ્રભાઈ સમગ્ર દેશમાં પ્રથમ

સૌરાષ્ટ્રના પેરિસ સમા મોરબીનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર થયું છે, મોરબીના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં સમગ્ર દેશમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને મોરબીને રાષ્ટ્રીય કક્ષાએ આગવું ગૌરવ અપાવ્યું છે.

 દેશની રાજધાની એવા દિલ્હીમાં ૧૩ ડિસેમ્બરથી ૦૫ જાન્યુઆરી સુધી કરણસિંહજી શૂટિંગ રેન્જ, તુઘલકાબાદ, ન્યુ દિલ્હી ખાતે ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૭,૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. ત્યારે મોરબી જિલ્લાના હરીપર-કેરાળાના વતની અને હાલ મોરબીમાં રહેતા ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ આ ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કર્યું છે.

ભુપેન્દ્રભાઈએ સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી છે. અગાઉ પણ તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ અને રાજ્ય કક્ષાએ ૨૫ સહિત કુલ ૪૧ જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ભારત સરકાર દ્વારા ચાર વખત તેમની રીનાઉન્ડ શૂટર્સ તરીકે પણ પસંદગી કરવામાં આવી છે અને તેમણે ઇન્ટરનેશનલ જ્યુરી તરીકે પણ સેવા આપી છે. ઉપરાંત વર્ષ ૨૦૦૬ માં તેમને ગુજરાતના રાજ્યપાલના વરદ હસ્તે નિશાન એવોર્ડ અને વર્ષ ૨૦૧૪માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
















Latest News