વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંતવાણીમાં આવેલ ગોર-ભેટ ગૌશાળા-પાંજરાપોળોમાં કરી અર્પણ


SHARE











કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાસંતવાણીમાં આવેલ ગોર-ભેટ ગૌશાળા-પાંજરાપોળોમાં કરી અર્પણ

કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ અને નુતન વર્ષની શુભકામના પાઠવવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા પોતાના માદરે વતન ગામ સુખપર (રોહા) મધ્યે રામદેવજી મહારાજ મંદિર ચોકમાં સ્નેહ મિલન, પાટકોરી અને ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ.

ભવ્ય સંતવાણીમાં આ પ્રસંગે પધારેલ સ્નેહીજનો, શુભેચ્છકો, ભાજપના કાર્યકર્તાઓ, ગ્રામજનો, આસપાસના ગામો થી પધારેલ ભજનપ્રેમી જનતાએ ખુલ્લા દિલે કરેલ ગોરની રકમ સાંસદશ્રીએ આસપાસ ના ગામોમાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળો, નીરણ કેન્દ્રમાં રોકડ અને ઘાસચારો અર્પણ કરેલ છે. જેમાં મુખ્યત્વે વરમસેડા, રોહા (સુમરી), ગંગોણ, સુખપર (રોહા) માનકુવા તેમજ અન્ય ૧૦થી ૧૨ ગામો માં આવેલ ગોરની રકમમાં તેમના પરિવાર વતી ઉમેરો કરી ગૌ શાળા - પાંજરાપોળો માં વિતરણ કરેલ અને ગાયમાતા ની સેવા કરતી સંસ્થાઓ, કાર્યકરો, કામદારો ને બિરદાવ્યા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગૌ સેવા, પાંજરાપોળો ને મદદરૂપ બનવાનું મને સૌભાગ્ય મળ્યું. ભવિષ્યમાં પણ હું આવા સેવા કાર્યો માટે સદૈવ કાર્યરત રહીશ તેમ જણાવતા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News