મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ


SHARE







































મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ

હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગને અંદાજે એક કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે સારી વાત છે જો કે, 30 વર્ષથી ભાજપનાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી. જે મોરબી માટે દુખદ બાબત છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ નવાં આવેલા કમીશ્નર દ્વારા મોરબી સરદાર બાગના નવીનીકરણની જાહેરાત કરીને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે ત્યારે ખાતમુહુર્ત સમયે પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી તેના જનપ્રતિનિધિઓ અને ભાજપનાં હોદ્દેદારોને સ્ટેજ આપવામાં આવ્યું હતું જેથી કરીને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે તંત્રને અનેક સવાલો કર્યા છે. જેમાં શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે .?, જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો. ?, જો ભાજપ કે તેનાં હોદ્દેદારો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા. ?, જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમીશ્નર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા.?, જો ભાજપના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષોના હોદ્દેદારોને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું.? શું મોરબીમાં કમીશ્નર એક ભાજપની કઠપુતળી તરીકે કામ કરશે ? આવાં અનેક સવાલો તંત્રને પુછવામાં આવ્યાં હતાં.
















Latest News