મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં 15 માં કર્મચારી સ્નેહમિલન સમારોહનું માતૃશ્રી રામબાઈમા ધામ વવાણીયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં રહેતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા ત્યારે કે.જી.થી માંડીને ધો. 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જુદીજુદી રમતમાં ભાગ લેનારા બાળકોને જિલ્લા આહીર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દ્વારિકા ખાતે યોજાયેલા મહાબાળ સંમેલનમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
માતૃશ્રી રામબાઈમાંની જગ્યાના સંત પ્રભુદાસ બાપુ તેમજ માતૃશ્રી રામબાઈ માની જગ્યાના પ્રમુખ જશુભાઈ હરિભાઈ રાઠોડ, મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર નરસંગભાઈ હુંબલ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચંદુભાઈ હુંબલ અને પીઠાભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા માતૃશ્રી રામબાઈ માની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અનેકાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.