મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા
SHARE
મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા
મોરબીમાં મહાપાલિકા ખાતમહુર્ત પ્રસંગે માત્ર ભાજપના જ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા જેથી કરીને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને સીધો સવાલ કર્યો છે કે, હાલમાં મહાપાલિકમાં કોઈ બોડી અસ્તિત્વમાં નથી ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક રાજકીય પક્ષને શહેરનાં વિકાસ કામના ખાતમહુર્ત પ્રસંગે આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે.
મોરબી શહેરમાં ઝુલતા પુલની ઘટના બની તેના કારણે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી છે જ્યારથી પાલિકા સુપર સિડ કરવામાં આવી ત્યારથી ચૂંટાયેલ બોડી અસ્તિત્વમાં નથી અને વહીવટદાર મારફત નગરપાલિકાનું સંચાલન કરવામાં આવતું હતું પરંતુ ૧-૧-૨૦૨૫ થી મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવેલ છે અને મહાપાલિકામાં કમિશ્નરની નિમણૂક પણ કરવામાં આવેલ છે ત્યારે તાજેતરમાં શનાળા રોડે આવેલ સરદારબાગમાં બગીચાના રીનોવેશનના કામ માટે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનના લોકો હાજર હતા જો કે, અન્ય કોઈ પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા ન હતા. જેથી લોકશાહીમાં કીન્નાખોરી રાખવામા આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવેલ હતો અને મોરબી શહેરમાં અન્ય રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓને પણ કમિશ્નર તરફથી આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે. હાલમાં મહાપાલિકાનું સંચાલન અધિકારી મારફત થાય છે ત્યારે દરેક રાજકીય પક્ષોને ભવિષ્યમાં કમિશ્નર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.









