મોરબી નજીક ઓરડીમાંથી દારૂની 8 બોટલ-78 બીયર સાથે એકની ધરપકડ
SHARE
મોરબી નજીક ઓરડીમાંથી દારૂની 8 બોટલ-78 બીયર સાથે એકની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઘનશ્યામ ચેમ્બર પાછળ પ્રગતિ એન્જિનિયરિંગમાં આવેલ ઓરડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલ તથા 78 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 19,098 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઘનશ્યામ ચેમ્બર પાછળ પ્રગતિ એન્જિનિયરિંગમાં આવેલ ઓરડીમાં રહેતા દ્રવિડગીરી મેઘનાથીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો અને બિયરના 78 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 19,098 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ રાજેશગીરી મેઘનાથી (22) રહે. હાલ લખધીરપુર રોડ ઘનશ્યામ ચેમ્બર પ્રગતિ એન્જિનિયરિંગની ઓરડીમાં મોરબી મૂળ રહે. પંડવા તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે