મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં નફટ કબૂલાત: મોરબી જીલ્લામાંથી માલધારીઓની ગુમ થયેલ 14 પૈકીની મોટાભાગની ગાયની કતલ કરીને મિજબાની માણી !, 6 આરોપીની ધરપકડ મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે અધિકારીઓએ સામે કાર્યવાહીના સંકેત: પીડિતોએ કરેલ પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ મોરબીમાં ઘરે જતાં કાકા-ભત્રીજાને આંતરીને ચાર શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે કર્યો હુમલો મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિતના બે મુખ્ય સૂત્રધાર જેલ હવાલે મોરબીના ઇન્દિરાનગર પાસે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા હળવદ નજીકથી એક્સયુવી ગાડીમાંથી એક પિસ્ટલ, બે મેગેઝીન અને 17 જીવતા કાર્ટિસ સાથે એકની ધરપકડ: ૧૦.૧૨ લાખનો મુદામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન

મોરબી શ્રી લોહાણા મહાજન તથા મોરબી જલારામ પ્રાર્થના મંદિર સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તમામ પોથી યજમાનોનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ૨૭ પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જે અંતર્ગત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજનના અગ્રણીઓની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ તેમજ શ્રી રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને દરેક પોથી યજમાનોનું અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતુ.






Latest News