મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળવાના બનાવમાં અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક કેનાલમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળવાના બનાવમાં અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે નેસ્ટ સ્કુલ અને ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાંથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં અજાણી મહિલા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે નેસ્ટ સ્કૂલ અને ગામ વચ્ચેથી પસાર થઈ રહેલી મચ્છુની કેનાલમાં બે દિવસ પહેલા તાજુ જન્મેલ બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની તે સમયે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત બાળકને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં નાનીવાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ બચુભાઈ પડસુંબીયા (40) નામના યુવાનની ફરિયાદ લઈને હાલમાં અજાણી મહિલા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મૃત હાલતમાં બાળકને ત્યજી દેનાર મહિલાને શોધવા માટે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News