મોરબીના મોટાભેલા-જશાપરને જોડતા રોડનું કામ તાત્કાલિક પૂરું કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી શહેરમાં 15 દબાણો હટાવ્યા, 29 વેપારીઓને 10 હજારનો દંડ
SHARE
મોરબી શહેરમાં 15 દબાણો હટાવ્યા, 29 વેપારીઓને 10 હજારનો દંડ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં ધીમેધીમે રોડના દબાનોને દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીમાંથી 15 જેટલા નાના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને જુદાજુદા 29 વેપારીઓ પાસેથી 10 હજાર જેટલો દંડ લેવામાં આવેલ છે.
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે જુદાજુદા વિસ્તારની મુલાકાત કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કામગીરી ગોઠવી રહ્યા છે જેથી મહાપાલિકા એક્શન મોડમાં આવી ગયેલ છે અને વધુ એક વખત મ્યુનિસિપલ કમિશ્નર તેની ટીમ સાથે ફિલ્ડમાં આવ્યા હતા અને ત્યારે હોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ, નહેરૂગેટ ચોક, નાસ્તા ગલી, પોસ્ટ ઓફિસ રોડ, શાકમાર્કેટ સહિતના વિસ્તારમાંથી 15 જેટલા નડતરરૂપ દબાણો હટાવ્યા હતા. અને જુદાજુદા વેપારીઓ પાસેથી 15 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવેલ હતો અને 29 જેટલા વેપારીઓને મહાપાલિકાના અધિકારીઓ દ્વારા 10 હજારનો દંડ કરવામાં આવેલ છે.