મોરબી નજીક કેનાલમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળવાના બનાવમાં અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેની માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપુત (26) નામનો યુવાન કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પહેલા માળે હતો ત્યારે પાળી ઉપરથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજથયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ પ્રભુભાઈ કાવર (37) રહે. લાલપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે
મોબાઈલ ફોનની ચોરી
મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ કડિયા શેરીમાંથી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ગ્રીન ચોક નજીક આવેલ કડિયાવાસમાં રહેતા સફીમોહમ્મદ ઈદ્રીશભાઈ ગુર્જર (29) ના મોબાઈલ ફોનની રાહિલ રહે. બિહાર વાળાએ ચોરી કરી છે જેથી કરીને સેમસંગ કંપનીનો 13,500 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કર્યો હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહીલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે