મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ કેસમાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા-કેશરીદેવસિંહજી ઝાલા હજાર રહ્યા ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી મોરબીમાં કાલે સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ કારોબારી-સ્નેહમિલનનું આયોજન મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ ટંકારામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ 6 ફીરકી સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં 6 રેડ: પ્રતિબંધિત 69 ચાઈનીઝ ફીરકીઓ સાથે 6 પકડાયા, માલ આપનારાઓની શોધખોળ


SHARE











મોરબી શહેર-તાલુકામાં 6 રેડ: પ્રતિબંધિત 69 ચાઈનીઝ ફીરકીઓ સાથે 6 પકડાયા, માલ આપનારાઓની શોધખોળ

મોરબી શહેર અને તાલુકામાં પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીઓનું વેચાણ અને સંગ્રહ કરનારાઓને ત્યાં પોલીસે જુદીજુદી 6 રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 69 પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી જેથી પોલીસે 6 શખ્સોની ધરપકડ કરેલ છે અને માલ આપનારાઓના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના સિપાઈવાસમાં રહેતા ફેજલ પઠાણ પાસે ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તેના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 13 ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા 8,450 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ફૈઝલ હનીફભાઈ પઠાણ (26) રહે. સિપાઈવાસ માતમ ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને શખ્સ પાસેથી મળી આવેલ ફીરકી તેને વિપુલ હસમુખભાઈ હીરાણી રહે. સાવસર પ્લોટ શેરી નં-3 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને શખ્સો સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે. અને વિપુલ હીરાણીને પકડવા માટે તજવી ચાલી રહી છે આવી જ રીતે સિપાહીવાસમાં રહેતા અનવર વડગામાના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત 29 ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે 18,850 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અનવર હાજીભાઈ વડગામા (19) રહે. સિપાઈવાસ જમાદાર શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ ફીરકી તેણે વિપુલ હસમુખભાઈ હિરાણી રહે. સાવસર પ્લોટ શેરી નં-3 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધાયો છે અને આ ગુનામાં પણ વિપુલ હીરાણીને પકડવાનો બાકી છે. આવી જ રીતે મોરબીના સિપાહીવાસ વિસ્તારમાં મહેબૂબ ખોખરના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્રતિબંધિત 11 ચાઈનીઝ ફિરકી મળી આવતા પોલીસે 7150 ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મહેબુબ તોફીકભાઈ ખોખર (19) રહે. સિપાઈવાસ માતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ માલ અનવરઅહમદ હાજીભાઈ વડગામા રહે. સિપાઈવાસ જમાદાર શેરી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને અનવરઅહમદ વળગામાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના ધરમપુર રોડ ઉપર ઉમા ટાઉનશિપથી આગળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીની બાજુમાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 10 ચાઈનીઝ ફિરકી આવતા પોલીસે 2000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સચિન રાજેશભાઈ વરાણીયા (22) રહે. આદર્શ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે ફીરકી વિપુલ (જે.કે. ટોય) રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને શખ્સો સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને વિપુલને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આવી જ રીતે મોરબીમાં ત્રાજપર ચોરા પાસે બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 3 ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમત ફીરકીઓ કબજે કરી હતી અને આરોપી જીગ્નેશભાઇ જગદિશભાઇ માજુશા (21) રહે. ત્રાજપર ચોરા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આવી જ રીતે મોરબીના ટિંબડી ગામના બસ સ્ટેશન પાસે ગોલ્ડ કંપનીની નોટ ફોર યુઝ કાઇટ ફાલ્ય લખેલ સિન્થેટિક મટીરીયલની 3 ફીરકી મળી આવતા પોલીસે 600 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને વિપુલ રઘુભાઈ મંદોરીયા (27) રહે. વેજીટેબલ રોડ જુના ભીમસર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News