મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !


SHARE









મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !

વર્તમાન સમયમાં ઘણી વખત ચિંતાજનક કહી શકાય તેની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબીમાં દાદીના માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગઇ હતી જો કે, મોરબી ૧૮૧ અભયમની ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મોરબી અભયમની ટીમને જાગૃત નાગરિકનો કોલ આવેલ હતો કે, લખધીરપુર નજીક એક અજાણી યુવતી રડતી-રડતી દોડાદોડી કરે છે જેથી કરીને અભયમની ટિમ ત્યાં પહોચી હતી અને ત્યારે મારે મરી જવું છે એવો એક જ શબ્દ બોલે છે અને દીકરી ખુબ જ ગભરાયેલ હતી જેથી તેણે અભયમની ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર  અને પાયલોટ વિજયભાઈએ સંતવાના આપી હતી અને એક કારખાનાએ બેસાડેલ હતી ત્યાર બાદ કિશોરીએ જણાવ્યુ હતું કે તેના માતા પિતાનું અવસાન થયેલ છે અને તેઓ એક ભાઈ અને બે બહેન તેમના દાદી સાથે રહે છે અને કામકાજ બાબતે તેના દાદી ખીજાતા હતાં અને રસોઈ બનાવવા બાબતે દાદી નાની નાની વાતે તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઘરની બહાર નીકળી જા, તું મરી જા વિગેરે બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને કહ્યા વગર નીકળી ગઇ હતી. જો કે, અભયમની ટીમે કિશોરીના દાદીને સમજાવીને દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ છે અને કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.




Latest News