મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ


SHARE













મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાની હત્યા કરવામાં આવી રહી છે અને અવરવર ગૌહત્યાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામના બે માલધારીઓની ગાયોની કતલ કરવામાં આવી છે જેથી કરીને ગાયની હત્યા કરનારા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.

હાલમાં મોરબી જિલ્લાના જે ગૌહત્યાની માહિતી સામે આવેલ છે અને ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે જેથી પોલીસને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ અભિનંદન આપેલ છે. અને કહ્યું હતું કે, 13 ગાયો લાપતા છે અને અન્ય માલધારી સમાજના લોકોની ગાયો પણ ગુમ છે ત્યારે ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા છે જેથી કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટના મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા સામે આકરા પગલાં લઈને તેના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ કરી છે. અને ગાયની હત્યા કરનાર આરોપીને વકીલ ન મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે જેથી કરીને મોરબી બાર એસો.  દ્વારા આ મુદે ઠરાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News