મોરબીના સોઓરડી વિસ્તારમાં કચરો કલેક્શનની ગાડી નિયમિત કરાવવા-કચરા પેટી મૂકવાની કોંગ્રેસની માંગ
ટંકારામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ 6 ફીરકી સાથે એક પકડાયો
SHARE
ટંકારામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ 6 ફીરકી સાથે એક પકડાયો
મોરબી જીલ્લામાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ તકેદારી રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે તેવામાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, તુકકલ અને લેન્ટર્નના ઉત્પાદન અને વેચાણ કરતા ઇસમો ઉપર ટંકારા તાલુકામાં વોચ રાખી હતી દરમ્યાન અગલ અલગ પતંગના સ્ટોલ ચેક કર્યા હતા ત્યારે અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા (31) રહે. મઢવાળી શેરીમાં ટંકારા વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની 6 ફીરકી મળી હતી જેથી કરીને 9000 રૂપિયાનો મુદામાલ કાબજે કરેલ છે અને ટંકારામાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.