મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ
મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો
SHARE
મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં વી.કે. જાદુગરનો શો યોજાયો
મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં દેશ વિદેશમાં જેમને જાદુના અનેક શો કર્યા છે એ વી.કે.જાદુગરના શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાદુગર દ્વારા સાદા બમ્બુમાંથી ફૂલ કાઢવા, બાવન પત્તાની જુદી જુદી ટ્રિક બતાવી ખેલ બતાવ્યા,પેટીમાંથી સુશોભન રીબીન કાઢવી, કરન્સી નોટના સિરિયલ નંબરના આધારે પેટીમાંથી નંબર કાઢવા, જુદી જુદી રિંગને એકબીજી સાથે જોડવી, છૂટી પાડવી, ગળામાંથી તલવાર પસાર કરવી, પેટીમાંથી રૂમાલમાંથી જાદુના ખેલ બતાવ્યા હતા, વી.કે.જાદુગરે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન ગમત સાથે પૂરું પાડ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ જાદુના ખેલ નિહાળી ખુબજ મજા માણી હતી.