ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠે આવેલ વિસ્તારમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો યુવાન છત ભરવાનું કામકાજ કરતો હતો તે દરમિયાન તે ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલ આ બાબતે નોંધ થતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીના પાછળના ભાગે ઉમિયાનગર વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામ ખાતે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા થાનાના મિયારી ગામનો વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરીયા નામનો ૩૧ વર્ષનો યુવાન ગત તા.૨૪-૧૨ ના રોજ ઉમિયાનગર વિસ્તારમાં છત ભરવાનું કામકાજ કરી રહ્યો હતો.ત્યારે કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ઇજા પામતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગત તા.૨૯-૧૨ ના રોજ તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને અંતિમવિધિ માટે તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ.ત્યાં પીએમ કરવામાં આવ્યું હતું.જેથી ત્યાં થયેલ પોલીસ તપાસના કાગળ હાલ મોરબી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને આ બાબતે આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

છાતીમાં દુખાવા બાદ વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઇ બાલાસરા નામના ૬૦ વર્ષના વૃદ્ધને આજે તા.૧૦-૧ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના આરસામાં તેઓના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં જોઈ તપાસીને ડોક્ટર દ્વારા અમુભાઈ બાલાસરાને મૃત જાહેર કરાયા હતા અને આ બનાવ અંગે હાલ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવની વધુ તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ વેજીટેબલ રોડ ઉપર વાડી વિસ્તારમાં રહેતા નાનુંબેન મોહનભાઈ દેગામા નામના ૫૯ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં નીચે પટકાતા નાનુબેન દેગામાને ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઇ છે.






Latest News