મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ
SHARE









મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ-સ્ટાફની નિમણૂક કરવાની માંગ
મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ, સ્ટેનો ક્લાર્ક, બેલીફ અને પટ્ટાવાળાની જગયા ખાલી છે જેથી સમયસર કામ થતું નથી માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સીએમને લેખિત રજૂઆત કરીને સ્ટાફની નિમણૂક કરવા માગ કરવામાં આવી છે.
મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતના ઘણા બધા કેસો આવે છે. જો કે, મોરબીમાં મહિનામાં એક જ વખત કોર્ટ ખુલે છે. અને ન્યાયમૂર્તિ પણ રાજકોટથી આવે છે. જ્યારે સભ્ય, ક્લાર્ક અને પટ્ટાવાળા જામનગરથી આવે છે. જેથી કરીને કામમાં વિલંબ થાય છે માટે અરજદારોને લાંબા સમય સુધી ન્યાય મેળટી નથી જેથી મોરબી ગ્રાહક તકરાર આયોગમાં કાયમી ન્યાયમૂર્તિ અને સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.
