મોરબીમાં ઊંચાઈએથી નિચે પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી જીલ્લામાં ખેતીવાડી અધિકારીએ હળવદ તાલુકામાં ત્રણ એગ્રોના લાઈસન્સ રદ કર્યા
SHARE









મોરબી જીલ્લામાં ખેતીવાડી અધિકારીએ હળવદ તાલુકામાં ત્રણ એગ્રોના લાઈસન્સ રદ કર્યા
હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી ત્યાર બાદ પાંચ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં ખેતીવાડી અધિકારી દ્વારા હળવદ તાલુકામાં 3 એગ્રોના લાઈસન્સ રદ કર્યા હતા.
હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતા આધારે સ્થાનિક પોલીસે ગત તા. 7 ના રોજ વહેલી સવારે રેડ કરી હતી ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી. જેથી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી બાદમાં ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરંગ ફળદુએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ભુપેન્દ્રભાઈ રાવલ (ગોડાઉન સંચાલક), કયટારામ જાટ (ટ્રક ડ્રાઈવર), કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ નોંધાવેલ હતી જે ગુનામાં હજુ આરોપી પકડાયેલ નથી પરંતુ ખેતીવાડી અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં 3 હળવદ તાલુકામાં ત્રણ એગ્રોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે જેમાં દેવ ફર્ટીલાઈઝર, સહજાનંદ એગ્રો અને રાજ્ભવાની એગ્રોનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે ગોડાઉનમાંથી ખાતરની 1437 બેગ મળી આવી હતી ખાતર અને ટ્રક મળીને કુલ 25.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ બાબતે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે
