મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે


SHARE









મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ આયોજન કરવામાં આવ્યું છે અને રાહતદારે બંને વસ્તુ આપવામાં આવશે. જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરાના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ છે. 

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. અને ઉંધિયુ પ્રતિકીલો ૨૦૦ રૂપિયાના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો ૩૦૦ રૂપિયાના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪ ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતેથી આપવામાં આવશે. અને એડવાન્સ બુકિંગ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છનો સંપર્ક કરવા માટે યાદીમા જણાવ્યુ છે.




Latest News