મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ગ્રુપે એક વર્ષમાં 700 જેટલી રક્તની બોટલો સંકટ સમયે એકત્રિત કરી આપી


SHARE









મોરબીના યુવા શક્તિ ગ્રુપે એક વર્ષમાં 700 જેટલી રક્તની બોટલો સંકટ સમયે એકત્રિત કરી આપી

ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે‌ જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા ઈમરજન્સી સમયે હેન્ડ ટુ હેન્ડના અનોખા ધ્યેય સાથે બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડે છે.

આ ગ્રુપની અવિરતપણે ચાલતી આ સેવામા પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ૨૪/૭ દિવસ રાત જોયા વગર ૩૬૫ દિવસ કોઈપણ‌ બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે તથા હજારો લોકોને જીવનદાન આપી ચૂકયુ છે તથા ગત વર્ષ ૨૦૨૪ મા 700 જેટલી બોટલ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત પુરી પાડવામાં આવી છે અને આગળ પણ આ સેવા અવિરતપણે ચાલુ રહેશે ત્યારે ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર‌ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યું છે.

આ તદુપરાંત ૧ થી ૧૨ વર્ષના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ગ્રુપ દ્વારા દરેક પુષ્યનક્ષત્ર ના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ૨૦૨૪ મા ૧૦ હજારથી પણ વધારે બાળકો લાભાન્વિત થયા છે ત્યારે આવનારા સમયમાં પણ ગ્રુપ દ્વારા મોરબીના અન્ય જરૂરીયાતમંદ વિસ્તારમાં પણ નિઃશુલ્ક પણે સુવર્ણ‌પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોરોના સમયથી જ ઓક્સિજનના જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક પણે ૫ થી ૧૦ લિટરના ઓક્સિજન મશીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે મશીન સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે તથા હવામાંથી ઓક્સિજન મેળવી શુદ્ધ કરી જરૂરીયાતમંદ ને પુરી પાડે છે. આ ઓક્સિજન મશીન તથા બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે તથા ઈમરજન્સીની જરૂરીયાત સમયે રક્તદાન રુપી મહાદાન કરવા ઈચ્છતા લોકોને ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર‌ સંપર્ક કરવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.

તેમજ યુવા શક્તિ ગ્રુપ ની તમામ સેવાઓ મોરબીના તમામ લોકો માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે તથા યુવા શક્તિ ગ્રુપ સંપૂર્ણપણે ગ્રુપના સભ્યો તેમજ સ્પોન્સરના આપસી સહયોગથી ચાલતુ હોવાથી યુવા શક્તિ ગ્રુપ કોઈપણ‌ પ્રકારના માધ્યમથી આર્થિક દાન બહારથી એકત્રિત કરતુ નથી. જેની નોંધ લેવી તથા આવુ ધ્યાનમાં આવતા સત્વરે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા ગ્રુપના‌ મેન્ટોર પિયુષભાઈ બોપલિયાની યાદીમા જણાવામાં આવ્યું છે.




Latest News