ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી નજીક કાકા-ભત્રીજાને આંતરીને હુમલો કરવાના ગુનામાં બે સગીર સહિત ચાર સામે કાર્યવાહી


SHARE













મોરબી નજીક કાકા-ભત્રીજાને આંતરીને હુમલો કરવાના ગુનામાં બે સગીર સહિત ચાર સામે કાર્યવાહી

મોરબીમાં કાકા અને ભત્રીજાનો ઘરે જતાં હતા ત્યારે જુના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર પાસે ચાર શખ્સોએ તેને રોક્યા હતા અને ત્યાર બાદ બોલાચાલી કરીને યુવાનને સાથળના ભાગે છરીના બે ઘા ઝીકયા હતા જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં બે સગીર સગીર ચાર સામે કાર્યવાહી કરેલ છે.

મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલમાં સિરામીક સીટી ફ્લેટ નં-એ-૨ બ્લોક નં-૨૦૨ ખાતે રહેતા ધવલભાઇ હસમુખભાઇ ગોહીલ (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા.૪/૧ ના રાતના સવા બારેક વાગ્યાની અરસામાં ફરિયાદી અને તેનો ભત્રીજો મિત ઉપેન્દ્રભાઇ ગોહીલ બંને સ્કૂટર નં જીજે ૩૬ એકે ૬૯૮૭ લઈને ભડીયાદ કાંટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટ ખાતેથી ભાડુ લઇને જુના રફાળેશ્વર તરફ જતા હતા ત્યારે એન.જી. મહેતા સ્કુલ પાસે આવેલ મંદિર નજીક અજાણ્યા બાઇક ચાલકે તેની બાઇક આડુ નાખતા ફરીના ભત્રીજાએ સ્કૂટર ઉભુ રાખેલ હતું અને અજાણ્યા શખ્સે ફરીયાદી તેમજ તેના ભત્રીજાની પુછપરછ કરતા કશું જ કહ્યું ન હતું અને સ્કૂટર લઈને જતાં હતા ત્યારે ફરિયાદીના સ્કૂટર સાથે આરોપીએ તેનું બાઇક અથડાવ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદી તેનું સ્કૂટર લઈને જતાં હતા ત્યારે આરોપીએ તેનો પીછો કરીને જુના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઇ પાસે ચાલુ બાઇકે તેના મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા અને કોલસાના ડેલા સામે આરોપીએ બાઇક આડુ નાખી ફરિયાદીના સ્કૂટરને ઊભું રખાવ્યું હતું અને ચાવી કાઢી લીધી હતી અને બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદીનો પીછો કરીને તેના જમણા પગના સાથળ ઉપર છરીનો ઘા માર્યો હતો જેની ફરિયાદ આધારે તપાસ કરી રહેલા અધિકારી દ્વારા બે સગીર ઉપરાંત વિજયભાઇ ઈશ્વરભાઈ ફૂલતરિયા (34) રહે. હરિઓમ સોસાયટી ભડિયાદ મોરબી-2 આ ને હર્ષ શૈલેષભાઈ પરમાર (19) રહે. પોપટપરા રાજકોટ વાળાની સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે






Latest News