મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક ડીઝલની લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબી નજીક ડીઝલની લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના લાલપર પાસે રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવીને 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં કચ્છની કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના રહેવાસી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા (38)એ ડિઝલની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા.૨/૧ ના રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા આશરે 35-40 વર્ષની ઉમરના શખ્સો આવ્યા હતા અને ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓએ પ્રતિકાર કરતા આ શખ્સોએ છરી બતાવી ડરાવી ધમકાવીને બે ગાડીઓમાંથી આશરે 550 લીટર ડીઝલની લુટ કરી હતી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળાના ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ લૂંટ કરવામાં આવી હતી જેથી કુલ મળીને 750 લિટર ડીઝલની લૂંટની ફરિયાદ નોંધાયેલ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી.

તે ગુનામાં પોલીસે આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા અને શીવકુમાર હરીસિંગ કરણ નામના બે શખ્સની ધરપકડ કરી હતી અને તે આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ હતા જેથી તપાસ કરી રહેલ પીએસઆઈ એસ.એન.સગારકા અને તેની ટિમ દ્વારા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના એટ્લે કે રવિવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે આ ગુનામાં હનીફ ઓસમાણ સમા રહે. મોટાબાંધા તાલુકો ભુજ કચ્છ, અબુબકર રમજાનભાઈ સમા રહે. મોટા દીનારા તાલુકો ભુજ કચ્છ અને મજીદભાઇ તૈયબભાઇ સમા રહે. નાના દીનારા તાલુકો ભુજ કચ્છ વાળાની સંડોવણી હોય તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે જે તે સમયે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરેલ 750 લિટર ડીઝલ અને વાહનો મળીને કુલ 10,74,850 નો મુદામાલ કબજે કરેલ હતો.






Latest News