શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલ પાસે થૂંકવાની ના પડતાં સંચાલકને છરી બતાવીને ધોકા વડે માર મારવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં હોટલ પાસે થૂંકવાની ના પડતાં સંચાલકને છરી બતાવીને ધોકા વડે માર મારવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના રંગપર ગામની સીમમાં રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ શિવ શક્તિ હોટલ પાસે બેઠેલા ચાર શખ્સો ત્યાં થૂકતા હતા જેથી હોટલના સંચાલક દ્વારા થુકવાની ના પડી હતી જેથી તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ છરી બતાવીને ધોકા વડે હાથે, પગે એને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ લખમણભાઇ ગમારા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપેન્દ્ર જયસુખ વાઘેલા તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, રંગપર ગામની સીમમાં રામેશ્વર કોમ્પલેક્ષમાં તેની શિવ શક્તિ હોટલ આવેલ છે ત્યાં આરોપી ભુપેન્દ્ર વાઘેલા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો એકટીવા અને મોટરસાયકલમાં આવ્યા હતા અને ફરિયાદીની હોટલ પાસે ચાર નાસ્તો કરીને તાપણું કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ થૂંકતા હતા જેથી ફરિયાદીએ તેને થૂંકવાની ના પાડી હતી ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ભુપેન્દ્ર વાઘેલાએ છરી બતાવી હતી અને અજાણ્યા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે, પગે અને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ દિલીપભાઈ ત્રિભુવનભાઈ કાચરોલાને પણ માર માર્યો હતો જે ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભૂપત જયસુખભાઈ વાઘેલા અને સુજલ હરેશભાઈ વાઘેલા સહિત કુલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે. અને આરોપી હજુ પકડવાનો બાકી છે.




Latest News