ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી વિમાની સેવા શરૂ: સાંસદ વિનોદ ચાવડા


SHARE













ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી વિમાની સેવા શરૂ: સાંસદ વિનોદ ચાવડા

ભુજ-દિલ્હી વચ્ચે વિમાની સેવાને લઇને લાંબા સમય થી ચાલતી માંગણી દિલ્હીમાં સ્લોટ ની મંજુરી મળતા ૧ ફ્રેબુઆરી થી શરૂ થશે તેવી સતાવાર માહિતી મળેલ છે. ભુજ-દિલ્હી વચ્ચે આવન જાવન કરતાં યાત્રીકો, કચ્છી એન.આર.આઇ. માટે અત્યંત લાભકારી-સુલભ બની રહેશે. મુંબઇની જેમ જ દિલ્હીથી પણ વિદેશ જતાં આવતા લોકોને કનેકટીવીટીનો લાભ થશે. કચ્છ ભારતના યુપી-હિમાચલ પ્રદેશ કાશ્મીર ફરવા જતાં પ્રવાસીઓ પણ લાભ લઈ શકશે.

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ઉડ્ડયન મંત્રીને મળી લેખીત અને મૌખીક રજુઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ સાથે પત્ર વ્યવહાર દિલ્હી વિમાની મથકે સ્લોટ ફાળવણી થતાં ૧લી ફ્રેબુઆરી થી ભુજ - દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા ની વિમાન સેવા શરૂ થશે ગ્લોબલ કચ્છ ફેડરેશન અને વિવિધ ચેમ્બરો, ધારાસભ્યશ્રીઓ ની સમયાંતરે રજુઆતો ને પણ વાચા મળી છે. તેમ સાંસદશ્રીએ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. લોક લાડીલા વડાપ્રધાન  નેરન્દ્રભાઇ મોદી તથા ભારત સરકારના સહકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો.  ભુજ - દિલ્હી વિમાની સેવા સમય પત્રક મુજબ દિલ્હી થી બપોરે ૩:૦૦ વાગ્યે ઉપડી ભુજ ૪:૩૦ વાગ્યે અને ભુજ થી ૫:૩૦ વાગ્યે ઉપડી ૭:૦૦ વાગ્યે સાંજે દિલ્હી પહોચશે. નવા નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવા આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થાય માટે પ્રયત્નો ચાલુ છે.






Latest News