ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી વિમાની સેવા શરૂ: સાંસદ વિનોદ ચાવડા
કચ્છમાં ઠંડી વધતા દરેક તાલુકામાં વિકાસ વંચિતોને સાંસદ દ્વારા ધાબડા વિતરણ
SHARE
કચ્છમાં ઠંડી વધતા દરેક તાલુકામાં વિકાસ વંચિતોને સાંસદ દ્વારા ધાબડા વિતરણ
ઠંડીનું પ્રમાણ વધતા અને માવઠા જેવી પરિસ્થિતીમાં કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તરફ થી કચ્છ જિલ્લા માં ઠેર ઠેર વિકાસ વંચિતો ની વસાહતો, એકલા અટુલા નિરાધાર લોકો ને ધાબડા વિતરણ કર્યા હતા. સાંસદ વિનોદભાઇ એ જણાવ્યુ કે, કચ્છમાં ઘણા સ્થળોએ ઝુપડાઓ માં રહેતા અને વિકાસ વંચિતો, એકલા અટુલા રહેતા નિરાધાર લોકો જે કયા પણ હાથ લંબાવી શકતા નથી. તેવા લોકો ને કચ્છમાં મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારફતે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે તેમ જણાવ્યુ હતું.