મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે મહિલાને સાથે રહેવા દબાણ કરીને પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો


SHARE







































મોરબીના ગાળા ગામ પાસે મહિલાને સાથે રહેવા દબાણ કરીને પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેના પૂર્વ પતિએ તે મહિલાને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું ત્યારે મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગાય ગયા અને ત્યારબાદ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરમા આવેલ કુલીનગરમાં રહેતા હનીફાબેન સઇદુભાઈ જેડા (30) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ અબ્બાસ અબ્દુલભાઈ બુચડ રહે. હાલ માળીયા મીયાણા મૂળ રહે શેખપીરના ઢોરા પાસે અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે સર્વિસ રોડ ઉપર મહિલા જઈ રહી હતી ત્યારે તેના ઉપર તેના પૂર્વ પતિએ છરી વડે હુમલો કર્યો હતો જેથી ફરિયાદીને માથાના ભાગે ઇજા થયેલ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા વધુમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અબ્બાસ બુચડ મહિલાનો પૂર્વ પતિ છે અને તે બંનેને છૂટાછેડા થઈ જતા ફરીયાદી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા અને ફરિયાદીના પતિ ગુજરી જતા આરોપી અબ્બાસ બુચડે ફરિયાદીને પોતાની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદીએ તેની સાથે રહેવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને માથાના ભાગે શેરી મારીને ઇજા કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News