મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ડબલ સવારી બાઇકને રોકીને યુવાન અને તેના મિત્ર ઉપર જૂની માથાકૂટનો ખાર રાખીને 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો


SHARE













મોરબીમાં ડબલ સવારી બાઇકને રોકીને યુવાન અને તેના મિત્ર ઉપર જૂની માથાકૂટનો ખાર રાખીને 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો

મોરબીમાં રહેતા યુવાનને અગાઉ બોલાચાલીએ અને માથાકૂટ થઈ હતી અને તે યુવાન તેના મિત્ર સાથે બાઈક લઈને મોચી શેરીમાંથી જઈ રહ્યો હતો ત્યારે સામે વાળો તેના ઘર પાસે બેઠેલ હોય તે શખ્સે યુવાન તથા તેના મિત્રને રોકીને બોલાચાલી કરી હતો અને ગાળો આપી હતી તેમજ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાનને જમણા હાથના કાંડા પાસે છરી વડે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ રાઠોડ (25)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પટેલ અને કૃણાલ પટેલ રહે. બંને મોચી શેરી મોરબી અને મોઈન કુરેશી રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા તેનો મિત્ર હાજીભાઈ માણેક બંને મોચી શેરીમાંથી બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે અગાઉ થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને આરોપી કિશન પટેલ તેના ઘર પાસે બેઠેલ હોય તેણે ફરિયાદીના બાઈકને રોકાવીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ શબ્દો કહીને હડધૂત કર્યો હતો તેમજ બોલાચાલી કરીને આરોપી કૃણાલ પટેલ અને તેનો મિત્ર મોઈન કુરેશી ઘરમાંથી બહાર આવ્યા હતા ત્યાર બાદ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તે સમયે આરોપી કિશન પટેલે પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથના કાંડા પાસે ઈજા કરી હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમ ચલાવી રહી છે








Latest News