મોરબીના ગાળા ગામ પાસે મહિલાને સાથે રહેવા દબાણ કરીને પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો
મોરબીના મકનસર પાસેથી પસાર થતી ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને આર્થિક સંકળામણથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE









મોરબીના મકનસર પાસેથી પસાર થતી ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને આર્થિક સંકળામણથી કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના મકાનસર ગામ પાસેથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ડેમો ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા દિનેશભાઈ સોમાભાઈ ચાવડા (35)એ મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને દિનેશભાઈ ચાવડાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવા રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને તેમાં થતી આવકથી ઘરનું ગુજરાન બરાબર ચાલતું ન હતું અને સારી આવક મળી રહે તેવો કોઈ કામ ધંધો મળતો ન હતો જેથી આર્થિક સંકળામણથી કંટાળીને માનસિક તનાવમાં આવી જઈને આવેશમાં આવીને તેને ડેમુ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઇ બાલાસરા (60) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી કરીને આ બનાવની હાલમાં મૃતકના દીકરા અરવિંદભાઈ અમુભાઈ બાલાસરા (38) રહે. હાલ રાજકોટ વાળાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
