ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરણીતાનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ અને દીકરીને જન્મ આપતા સાસરિયાંમાં દુખ-ત્રાસની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE













મોરબીમાં રહેતી પરણીતાનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ અને દીકરીને જન્મ આપતા સાસરિયાંમાં દુખ-ત્રાસની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં નવલખી રોડ ઉપર કુબેર સોસાયટીની બાજુમાં આવેલુ સોસાયટીમાં રહેતી પરણીતાને એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે દીકરીને જન્મ આપ્યો હતો જેથી કરીને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મહિલાને રાણે રિસામણે મોકલી દેવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતી પરણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં નવલખી રોડ ઉપર કુબેર સોસાયટીની બાજુમાં આવેલ સોસાયટીમાં તે પોતાના પતિ, સાસુ અને સસરા સાથે રહેતા હતા દરમિયાન તેનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે દીકરીને જન્મ આપેલ હતો જેથી આ બાબતે અવારનવાર તેને શરરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને આટલું નહીં પરંતુ ફરિયાદીને આરોપીઓએ પરાણે રિસામણે મોકલી આપેલ છે અને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાના પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News