મોરબીમાં યુવાનને કચડી નાખનારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે કારના સ્ટંટ કરનાર શખ્સની ધરપકડ
SHARE









મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે કારના સ્ટંટ કરનાર શખ્સની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા શખ્સ કારનો દરવાજો ખોલીને પોતાની કારના ટોપ ઉપર બેસીને કારના સ્ટંટ કરતો હતો જેથી તે પોલીસને ધ્યાન ઉપર આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં અવાર નવાર વાહનના સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અગાઉ બાઈકના જોખમી સ્ટંટ કરતા હોય તેવા શખસોના વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા બાઈકના સ્ટંટ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસેથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે 1 આરએલ 1254 લઈને પસાર થઈ રહેલા શખ્સે ચાલુ ગાડીએ ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલીને ગાડીના ટોપ ઉપર બેસીને કાર સાથે સ્ટંટ કર્યા હતા જે પોલીસના ધ્યાને આવ્યું હતું જેથી કરીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતના કારના સ્ટંટ કરનાર શખ્સને શોધવા માટે તજવીજ હાથ કરી હતી અને હાલમાં આ ઘટનામાં મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર (26) રહે. જુના ઢુવા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ગણેશનગર સોસાયટીમાં રહેતા વસંતાબેન ભગવાનજીભાઈ વેકરીયા (31) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ત્રિકોણનગરમાં રહેતા રસિકભાઈ ઈશ્વરભાઈ ફેફર (35) નામના યુવાનને અદેપર ગામ નજીક સ્પિનિંગ મિલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
