મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ
SHARE









મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેના માટે જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે ત્યારે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે
મોરબીમાં પાંજરાપોળ આવેલ છે જેમાં અંધ, અપંગ, નિરાધાર, પશુને રાખવામા આવે છે અને તેનો નિભાવ કરવામાં આવે છે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં ૫૩૨૦ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને ઉદ્યોગકારો સહિતના લોકો તરફથી કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપવામાં આવે છે ત્યારે કાલે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે લોકોને મોરબી પાંજરાપોળમાં દાન આપવા માટે અપીલ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં જુદી-જુદી ૩૮ જગ્યાએ સ્ટોલ રાખવામા આવેલ છે ત્યાં જઈને લોકો દાન આપી શકે છે. અને વધુમાં મોરબી પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યુ હતું કે, મોરબીના લોકો પાસેથી જ દાન લઈને પાંજરાપોળનો વહીવટ કરવામાં આવે છે બીજા શહેરમાં ફાળો કે દાન લેવા માટે કોઈ જતું નથી.
