ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા યુવતી બેભાન હાલતમાં સારવાર હેઠળ


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા યુવતી બેભાન હાલતમાં સારવાર હેઠળ

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેના પિતા લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા બળદેવભાઈ ઉમટની 21 વર્ષની દીકરી ધર્મિષ્ઠાબેને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવતીને તાત્કાલિક સારવાર માટે તેના પિતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સી.કે.પઢિયાર ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે યુવતી બેભાન હાલતમાં હોય તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મંદિરની પાછળના ભાગમાં રહેતા ગણેશ દેવાતભાઈ રાઠોડ (27) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના નવા મકાનસર ગામે રહેતો અર્જુન ભરતભાઈ દેગામા (17) નામનો તરુણ બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે જુના જાંબુડીયાના ઢાળ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં અર્જુનને ઇજાઓ થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News