મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગરમાં ઘર પાસેથી નીકળવાની બાબતે બોલાચાલી કરીને મહિલાને ત્રણ મહિલા સહિત સાત લોકોએ માર માર્યો


SHARE













મોરબીના લક્ષ્મીનગરમાં ઘર પાસેથી નીકળવાની બાબતે બોલાચાલી કરીને મહિલાને ત્રણ મહિલા સહિત સાત લોકોએ માર માર્યો

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે અગાઉ થયેલ બોલાચાલી બાદ ઘર પાસેથી નીકળવાની ના પાડી હતી તેમ છતાં પણ ઘર પાસેથી મહિલા નીકળતા તેની સાથે બોલાચાલી કરી હતી અને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આવેલ ઓમ પાર્કમાં રહેતા લતાબેન બીપીનભાઈ પરમાર (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન કેતનભાઇ સાગઠીયા અને કેતનભાઇ સાગઠીયા રહે. બંને મહેન્દ્રનગર તથા બાબુ બાલાભાઈ દાફડા, ચિરાગ બાબુભાઈ દાફડા, અભય બાબુભાઈ દાફડા, ચંપા બાબુભાઇ દાફડા અને નયના બાબુભાઈ દાફડા રહે બધા ઓમ સોસાયટી લક્ષ્મીનગર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપી મનિષાબેન અગાઉ ફરિયાદીના પતિને ફોન કરતી હતી જેથી ઘર પાસે આવવાની ના પાડેલ હતી છતાં આરોપી મનિષાબેન ઘર પાસેથી નીકળતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તમામ આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારામાં રહેતો દુર્ગેશ ભરતભાઈ પટણી (23) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરી હતી.








Latest News