રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE









મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર હનુમાન ધાર પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી આ બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા પાર્વતીબેન બળદેવભાઈ અઘારા (38), અશોકભાઈ કરસનભાઈ અઘારા (65) અને મીનાબેન અશોકભાઈ અઘારા (50) નામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ખરેડા ગામેથી રિક્ષામાં બેસીને ત્રણેય વ્યક્તિઓ વાંકડા ગામ તરફ જતા રસ્તા ઉપર હનુમાન ધાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેયને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર આવે લાભનગરમાં રહેતો કોટડીયા આદિત્ય ઘોઘાભાઈ નામના બાળકને શેરીમાં ઘર પાસે રમતો હતો ત્યારે કોઈ અજાણીકારના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થયેલ હતી માટે બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી કરી હતી. 




Latest News