મોરબીના લક્ષ્મીનગર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા યુવતી બેભાન હાલતમાં સારવાર હેઠળ
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા યુવતી બેભાન હાલતમાં સારવાર હેઠળ
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેના પિતા લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા બળદેવભાઈ ઉમટની 21 વર્ષની દીકરી ધર્મિષ્ઠાબેને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવતીને તાત્કાલિક સારવાર માટે તેના પિતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સી.કે.પઢિયાર ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે યુવતી બેભાન હાલતમાં હોય તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મંદિરની પાછળના ભાગમાં રહેતા ગણેશ દેવાતભાઈ રાઠોડ (27) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના નવા મકાનસર ગામે રહેતો અર્જુન ભરતભાઈ દેગામા (17) નામનો તરુણ બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે જુના જાંબુડીયાના ઢાળ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં અર્જુનને ઇજાઓ થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે