મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ-બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ યોજાઇ


SHARE







































મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ-બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ યોજાઇ

મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન વિશે સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી.

જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષસ્થાને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015, પોકસો એક્ટ-2012, બાળલગ્ન પ્રતિબંધક એક્ટ-2006 તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી સમગ્ર જિલ્લામાં વધુ મજબૂત રીતે થાય અને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર ઉપસ્થિત સર્વેને એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ સત્રમાં મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અન્ય સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ અને 40 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
















Latest News