મોરબીમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ-બાળ કલ્યાણ પોલીસ ઓફિસરો માટે તાલીમ યોજાઇ
મોરબીમાં વિમેદારની વીમા રકમ મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ
SHARE









મોરબીમાં વિમેદારની વીમા રકમ મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ
મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી જેતપર (મચ્છુ) ના વતની રામજીભાઈ ત્રિભોવનભાઈ અઘારાના ધર્મપત્નિ નિર્મળાબેન અઘારાને રૂપીયા ૧૦,૦૦,૦૦૦ તેમજ રૂા. ૫,૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ રૂપીયા ૧૦,૦૫,૦૦૦ તા.૨-૭-૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, જેતપર (મચ્છુ) ના રહીશ રામજીભાઈ ત્રિભોવનભાઈ અઘારા તેમના ખેતરમાં ટ્રેકટર ચલાવતા હતા સાંજના ચારેક વાગ્યાના સુમારે ટ્રેકટરમાં અવાજ આવતા જોવા માટ્ નિચે ઉતર્યા ત્યારે તેમનો પણ રોટાવેટરમાં આવી જતા ગંભીર ઈજા થયેલ અને તેઓ મૃત્યુ પામેલ.રામજીભાઈ મંડળીના સભાસદ હોઈ તેમણે ચોલામંડલમનો વિમો ઉતરાવેલ હતો.ગુજરનાર રામજીભાઈના વારસદાર નિર્મળાબેને વિમાના તમામ કાગળો રજુ કરેલ.પરંતુ વિમા કંપનીએ કહેલ કે રામજીભાઈ પાસે ડ્રાઈવીંગ લાયસન્સ નહોતુ તેથી તેઓ વિમો મેળવવા હકકદાર નથી.જેથી તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ચોલામંડલમ વિમા કંપની સામે અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓ.બેન્ક લી. સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.અદાલતે જણાવેલ કે ગુજરનાર રામજીભાઈ મંડળીના સભાસદ હતા અને વિમા પ્રિમીયમ રેગ્યુલર ભરેલ છે.ડ્રાઈવીંગ લાયસન્સની વાત આવે નહી.તે વિમો મેળવવા હકકદાર છે.માટે નિર્મળાબેનને રૂા.૧૦,૦૫,૦૦૦ (અંકે રૂા.દશ લાખ પાંચ હજા) ૬ ટકાના વ્યાજ સાથે તા.૨-૭-૨૪ થી ચુકવવાનો ગ્રાહક અદાલતે આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના વિમાની પોલીસીની નકલ હંમેશા લઈ લેવી જરૂરી છે. ગ્રાહક માટે ખાસ અદાલત હોય ગ્રાહકે પોતાના હકક માટે લડવુ જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અથવા રામ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
